મોબાઈલ ચોરી ની ફરિયાદ દાખલ થયાને ગણતરીની કલાકમાં જ ગુના નો ભેદ ઉકેલાયાનો પોલીસને યશ
Rajkot,તા.17
મેં આઈ હેલ્પ યુ.. ની શક્તિ માં ટેકનોલોજી ની કમાલનો ઉમેરો થતા ગુનેગારો ને ગુનો કર્યા બાદ ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવાનો યસ પોલીસ લઈ રહી છે
શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવાની સૂચના આપતા પ્રદ્યુમન નગર પોલીસે સીઈઆઇઆર પોર્ટલ નો ઉપયોગ કરી ચોરાઉ મોબાઈલ સાથે ગઠીયાને દબોચી લીધો હતો.
કાશી વિશ્વનાથ પ્લોટ શેરી નંબર ૧૦ જીવનધારા એપાર્ટમેન્ટ સામે રોડ પર બીરુ ધનસિંહ વિશ્વકર્મા નેપાલી નો મોબાઇલ કોઈ નજર ચૂકવી લઈ ગયો હતો આ અંગે પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાય હતી આ ફરિયાદના પગલે પ્ર, નગર ના પી.આઈ.વી.આર વસાવા ની સૂચનાથી સર્વેલેન્સ ને સ્ટાફના પીએસઆઇ આર કે ગોહિલ, મયુર રાજસિંહ જાડેજા, જેએલ વાવડીયા, રવિભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ વાળા, વનરાજભાઈ બોરીચા, રિયાઝ ભાઈ ભીપોત્રા, ધર્મેશભાઈ મોણપરા તોફિકભાઈ મંધરા,એ ટેકનિકલ સોસ ને સીઈઆઈ આર પોર્ટલ નો ઉપયોગ કરી ચોરીના મોબાઇલ સાથે ગોકુલધામ આવાસ બ્લોક૨૧ માં રહેતા વ્યવસાયે મજુર ફરદીન ઉર્ફે સિંગી ફિરોજભાઈ સિપાઈ સુમરા ૨૧ ને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો.