ઝુંબેશ દરમિયાન ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવા બદલ 1416 કેસ કરાયા
Rajkot ,તા.૧૩
રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા ગત જુલાઈ મહિનામાં ચલાવવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની ઝુંબેશમાં કુલ 1416 જેટલાં કેસો કરી કુલ રૂ. 50.54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આરટીઓ-રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024ના જુલાઈ મહિના દરમ્યાન ગુનાહિત વાહનો જેના કુલ કેસ 1416 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કુલ રૂ. 50,54,060નો દંડ ફટકારવામાં આવેલ છે.
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ દંડ ઓવરલોડેડ વાહનોણે કરવામાં આવ્યો છે. ઓવર લોડેડ વાહનના 174 કેસો કરીને રૂ. 22.16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ઓવર ડાઇમેન્સનના 39 કેસો કરીને 2,11,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 14 કેસો કરીને રૂ. 1,32,500નો દંડ કરવામાં આવ્યો છે. ટેક્સ વગર ચાલતા 13 વાહનો પર કેસ કરીને રૂ. 4,09,060 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વ્હાઈટ લાઈટ, એલઈડી ચેકીંગ, રરોંગ લેન ડ્રાયવિંગના 53 કેસ કરીને રૂ. 58 હજાર, રેડિયમ રીફલેકટરના 37 કેસ કરીને રૂ. 37 હજાર, ફિટનેસ વિના દોડતા 86 વાહનો વિરુદ્ધ કેસ કરીને રૂ.4.30 લાખ, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર દોડતા વાહન વિરુદ્ધ 327 કેસો કરીને રૂ. 2,95,500, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ કરનાર વિરુદ્ધ 486 કેસો કરીને રૂ. 9,71,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રાયવીંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 110 લોકો વિરુદ્ધ કેસો કરીને રૂ. 2.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત આરયુપીડી અને એસયુપીડીના 69 કેસો કરીને રૂ. 69 હજારનો જ્યારે અન્ય નિયમભંગ બદલ 8 કેસ કરીને રૂ. 4 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.