Rajkot,તા.26
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરની બાજુમાં આવેલા મેલડી માતાજીના મંદિરની સામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી ના આધારે ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર નજીક દરોડો પાડ્યો હતો. જુગાર રમતા ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતો બનારસ અંગ્રેજીભાઈ ચૌહાણ, અશોક રમેશભાઈ વહલેટીયા, ભગવતી પરા નો સોહીલ મજીદભાઈ સોરા, જોડિયા ગામનો મુન્ના જીવાભાઇ ધ્રાંગીયા, ધ્રોલનો માંદા ખીમાભાઈ જુંજા અને વિજય ખેંગારભાઈ પરમાર નામના પત્તા પ્રેમીઓને રૂ ૧૩.૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.