રૈયાણી દંપતિને 15 મીટર સુધી ક્ધટેનર ચાલકે ઢસડયા: બંનેના કમકમાટીભર્યા મોત
Rajkot:તા.6
ગઈકાલે નવાગામ ફાટક પાસે પુરપાટ ઝડપે આવતા ક્ધટેનરની ટકકરે બાઈક સવાર રૈયાણી દંપતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવથી બે સંતાનોએ એક સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા રૈયાણી પરિવાર સાથે પટેલ સમાજમાં શોક વ્યાપી ગયો છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અમદાવાદ પંથકમાં ક્ધટેનર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે 80 ફુટ રોડ પર શ્રદ્ધાપાર્ક-3 શેરી નં.5માં રહેતા ઉમેશભાઈ લાલજીભાઈ રૈયાણીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એક ક્ધટેનર નં.જી.જે.18એઝેડ-1195ના ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે તે પાપડની દુકાનમાં કામ કરે છે. તેમના પરિવારમાં પિતા લાલજીભાઈ, માતા ભાવનાબેન, દાદા ભગવાનજીભાઈ, દાદી ભાનુબેન અને નાનીબેન ઉર્વિશા સાથે રહે છે.
ગઈકાલે બપોરના સમયે તેમના માતા-પિતાએ જણાવેલ કે અમે માતાજીના કામે શ્રીફળ વધારવા આપણા વતન ગુંદા ગામે જઈએ છીએ. બાદમાં તેઓ બાઈક લઈને નીકળ્યા બાદ તે પણ કામે નીકળી ગયો હતો. દરમ્યાન ચારેક વાગ્યે તેમના પિતાના ફોનમાંથી ફોન આવેલ કે બાઈક નં.જી.જે.3 કે.એસ. 7981 તમારી છે જેથી તેને હા પાડતા સામેવાળાએ કહેલ કે તે બાઈકનું નવાગામ ફાટક પાસે જુના કુવાડવા પોલીસ મથકની સામે અકસ્માત થયેલ છે.
જેથી યુવાન તેના સંબંધીઓ સાથે ઘટનાસ્થળે પહોંચેલ ત્યાં અશોક લેલન્ડ ક્ધટેનરના આગળના વ્હીલ પાસે તેમના પિતા લાલજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી (ઉ.51) બેભાન હાલતમાં પડેલ હતા. તેમની બાઈક પણ ટ્રકના આગળના વ્હીલ નીચે હતી.
તેમજ તેમની માતા ભાવનાબેન (ઉ.50) ક્ધટેનરની પાછળની સાઈડમાં બેભાન હાલતમાં પડેલ હતી. દરમ્યાન જાણવા મળેલ કે તેમના માતા-પિતા નવાગામ તરફથી આવતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે ટકકર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
બંનેને 15 મીટર સુધી ઢસડયા હોવાનું પણ સામે આવ્યું હતું. તેમજ ટ્રકચાલક પૃથ્વીરાજ સામતસિંહ ઝાલા (રહે.ગુંજાલા અમદાવાદ) પણ ત્યાં હાજર હોય તેથી દોડી આવેલ બી ડીવીઝન પોલીસની ટીમે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ બનાવથી રૈયાણી પરિવારમાં શોક સાથે બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા કલ્પાંત છવાયો હતો.
નવાગામ ફાટક પાસે ક્ધટેનરની હડફેટે બાઈક સવાર રૈયાણી દંપતિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયું હતું જે તસ્વીરમાં બંનેના નિષ્પ્રાણ મૃતદેહ, ક્ધટેનર નીચે કચડાયેલ બાઈક અને કાળમુખુ ક્ધટેનર તેમજ ફાઈલ તસ્વીરમાં રૈયાણી દંપતિ નજરે પડે છે.