Rajkot
શહેરના લક્ષ્મીવાડીમાંથી અને સરદાર નગરમાં જાહેરમાં, હાલમાં ચાલતા આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો
રમતા બે શખ્સોને બે મોબાઈલ સાથે પીસીબી ની ટીમે ઝડપી લીધા છે. હાલમા આઈ પી એલ ક્રિકેટ મેચની સીઝન ખુલી છે ત્યારે, પોલીસ તંત્ર સક્રિય બની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સો પર વોચ રાખી છે. ત્યારે પીસીબીની ટીમે , સરદાર નગર શેરી નંબર ૯ માં મોબાઈલ પર આઈડી પર લાઈવ કસીનોની 20- 20 તીનપત્તીની પોતાની રમતમાં હાર જીતનો જુગાર રમતો અને પ્રાઇવેટ માં નોકરી કરતો, ગાંધીગ્રામમાં જલારામ કૃપામાં રહેતો અંકિત રાજેશભાઈ સેડાણી નામના શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેને રાજકોટમાં રહેતા જય પટેલ નામના શખ્સ પાસેથી આઈડી મેળવી હોવાનું રટણ કરી રહ્યો છે.જ્યારે લક્ષ્મીવાડીશેરી નંબર ૧૬માં જાહેરમાં , મોબાઇલમાં આઈડી પર , સનરાઇઝરસ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ચાલતા
મેચ પર સટ્ટો રમતો, કોઠારીયા મેઈન રોડ પર
કિર્તીધામ સોસાયટી શેરી નંબર ૨ માં રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો સલીમ હાજીભાઇ કુરેશી નામના શખ્સને ઝડપી લીધો છે. આ બંને દરોડાની કામગીરી પીસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ એમ જે હુણ, એ.એસ.આઇ મયુરભાઈ પલાળીયા, સંતોષભાઈ મોરી, હેડ કોસ્ટેબલ
કુલદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયભાઈ મેટા અને નગીનભાઈ ડાંગર સહિતના સ્ટાફે કરી હતી.