Amreli,તા.25
સૌરાષ્ટ્રમાં ચોમાસાના પગરણ અને મેઘાવી માહોલ ને લઈને માલવાહક ટ્રક પર તાલપત્રી બાંધવાનું ફરજિયાત બન્યું છે ત્યારે અમરેલી બાયપાસ લાઠી રોડ પર વેબ્રિજ નજીક ટ્રક પર તાલપત્રી બાંધતી વખતે અકસ્માતે નીચે પડી ગયેલા રાજકોટના યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના વિનોદભાઈ બચુભાઈ કુંભાણી ગઈકાલે સાંજે છ વાગે અમરેલી બાયપાસ લાઠી રોડ હિંમત કાંટા ની પાસે ટ્રક પર દોરેલા બાંધતા હતા ત્યારે અકસ્માતે નીચે પડી જતા બેભાન હાલતમાં પ્રથમ અમરેલી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતા તારીખ 25 ના રોજ વહેલી સવારે વાગે દમ તોડી દીધો હતો,આકસ્મિક ઘટના ના અન્ય બનાવમાં પોરબંદર ના છાયા વિસ્તારમાં મારુતિ નગર ચાણક્ય સ્કૂલ પાસે દોઢ વર્ષની બાળકી તન્વી કુમારી અરવિંદભાઈ પાસવાન ગઈકાલે સાંજે ચાર વાગે ઘરમાં રમતી વખતે ઉપલા માળેથી નીચે પટકાતા બેભાન થઈને ઘડી પડી હતી તેને પ્રથમ પોરબંદર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી છે