તરતા ન આવડવા છતાંય મિત્ર સાથે ન્હાવા પડ્યો : પરિવારમાં શોક
Rajkot,, તા.૨૯
રાજકોટમાં ખોખડદળ નદીમાં ડૂબી જતાં 13 વર્ષના તરુણનું મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના અને હાલ કોઠારીયા સોલવન્ટના શિવમનગરમાં રહેતા બાબુભાઈ ગૌતમનો 13 વર્ષીય પુત્ર આકાશ ગૌતમ ગઇકાલે તેના મિત્ર સાથે ખોખડદળ નદી પાસે ગયો હતો. ત્યારે નદીમાં ન્હાવા પડતાં તે ડૂબ્યો હતો. જેથી તેનો મિત્ર દોડી આવી તેના પરિવારને જાણ કરી હતી. અને પરિવારે ફાયરને જાણ કરતાં ટીમે તેના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસના સ્ટાફે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,મૃતક એક ભાઈમાં મોટો હતો.હાલ તરુણના મોતથી પરિવાર શોકમાં ગરક થયો છે.