એક માસમા વળતર ચુકવવામાં કસુર ઠરે તો આરોપીએ વધુ છ માસની જેલ
Rajkot,તા.17
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ પરત કરવા આપેલો એક લાખ નો ચેક બાઉન્સ થવાનો કેસ ચાલે જતા કોર્ટએ સાહિલ તન્ના ને એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા મહેશકુમાર જગજીવનભાઈ તન્નાએ મિત્રતાના દાવે સાહિલ દિલીપભાઈ તન્નાને ધંધાના વિકાસ માટે એક લાખ હાથ ઉછીના આપ્યા હતા જે રકમ પરત ચૂકવવા આપેલા ચેક બેંકમાંથી વગર વસુલાત્તે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ મહેશકુમાર તન્નાએ સાહિલ તન્ના ને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે મહેશકુમાર તન્નાએ સાહિલ તન્ના સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે આરોપી વિરૂધ્ધ સમન્સ ઈસ્યુ કરેલું. જેમા આરોપી ને બજવણી થતા આરોપીની પ્લી/જુબાની લેવામાં
આવેલી જેમા આરોપીએ ગુન્હો કબુલ કરેલ ન હોય સદરહું કેસ ચાલવા પર આવતા જેમાં ફરીયાદીના એડવોકેટ પરેશ બી મૃગ ની દલીલો કોર્ટે માન્ય રાખી, અદાલતે ગુના સબબ આરોપી સાહિલભાઈ તન્ના ને તકસીરવાન ઠરાવી એક વષઁની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલો અને ફરીયાદીને વળતર પેટે ૧ લાખ એક માસ ની અંદર વળતર ચુકવવામાં કસુર ઠરે તો આરોપીએ વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલો છે.ફરીયાદી મહેશકુમાર તન્ના, વતી રાજકોટના ઘારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, પરેશ બી. મૃગ, કેતન સાવલીયા, ભાર્ગવ પંડયા, અમીત ગડારા, ડેનીશ વીરાણી, રોકાયા હતા.