Rajkot,તા.૧૧
રાજકોટની દીકરી દેવયાનીબા ઝાલાએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિશ્વના ૨૨ દેશોના શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો, અને આ ઉગ્ર સ્પર્ધામાં દેવયાનીબાએ પોતાની અદભુત ક્ષમતા દર્શાવી. માત્ર ૫૩.૮૭ સેકન્ડમાં ૪૦૦ મીટર દોડ પૂર્ણ કરીને તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો, જે રાજકોટવાસીઓ અને સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.
દેવયાનીબાની આ સફળતા તેમની સખત મહેનત, નિશ્ચય અને રમતગમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. તેમનો સફરનો માર્ગ સરળ નહોતો. થોડા સમય પહેલાં તેઓ જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફાય થયા હતા, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમના પ્રવાસ માટે રૂ. ૨.૫૦ લાખનો ખર્ચ પણ ફાળવ્યો હતો. જોકે, યુનિવર્સિટીની બેદરકારીને કારણે તેમની એન્ટ્રી નોંધાઈ ન હતી, જેના કારણે તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શક્યા નહોતા. આ ઘટનાએ દેવયાનીબાને આઘાત આપ્યો, પરંતુ તેમણે હિંમત ન હારી અને ફરીથી ટ્રેક પર ઉતરીને પોતાની ક્ષમતા સાબિત કરી.
જર્મનીમાં યોજાયેલી સ્પર્ધાઓ દરમિયાન દેવયાનીબાએ ૪ટ૪૦૦ મીટર મિક્સ રીલેમાં ભારતીય ટીમને ટોચના ૮માં ચોથા ક્રમે પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, મહિલાઓની ૪ટ૪૦૦ મીટર રીલેમાં તેમની ટીમ ફાઈનલમાં પાંચમા સ્થાને રહી હતી. આ પ્રદર્શનોએ તેમની આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્ષમતાને ઉજાગર કરી હતી, અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને તેમણે આ ગૌરવને વધુ ઉંચે લઈ ગયા.

દેવયાનીબા હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન વીરબાઈ મહિલા કોલેજમાં જીરૂ મ્.છ.નો અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે તેઓ કઠોર તાલીમ લઈને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેમની આ સફળતા યુવાનો, ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે, જે દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, તકો અને સહકાર સાથે સ્ત્રીઓ વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કરી શકે છે.
દેવયાનીબા ઝાલાની આ સિદ્ધિ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. તેમની આ જીત નવા સપનાઓ અને મોટી સફળતાઓ તરફનું પ્રથમ પગલું છે. દેવયાનીબા જેવી યુવા પ્રતિભાઓ ભારતીય રમતગમતનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહી છે, અને તેમની આ સફળતા અન્ય યુવાનોને પણ પ્રેરણા આપશે.