Rajkot તા.2
રિયલ એસ્ટેટનું હબ ગણાતા રાજકોટમાં ગત સપ્ટેમ્બર-2025માં મિલ્કતોના વેચાણમાં ખાસ્સો ઉછાળો આવેલ છે ગત માસ દરમિયાન જિલ્લામાં 13020 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે. જેના દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન રાજકોટ શહેર-જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતા તેની ફી અને સ્ટેમ્પ ડયુટીની રૂા.791322023ની આવક સરકારને થવા પામી છે.
ઓગષ્ટ-25ની સરખામણીમાં ગત માસ દરમિયાન 1768 જેટલી વધુ મિલકતોના રજિસ્ટ્રેશન સબરજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામેલ છે. જેમાં રાજકોટનો મોરબી રોડ વિસ્તાર જિલ્લામાં મિલ્કત વેચાણમાં એવરગ્રીન રહેવા પામેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા નવી જંત્રીના અમલ હવે ગમે તે ઘડીએ કરવામાં આવનાર છે. તે પૂર્વે તે પૂર્વે શુભ દિવસોમાં રાજકોટ શહેર જીલ્લામાં મિલકતોના સોદા ધડાધડ થવા લાગતા એસ્ટેટ માર્કેટની ગાડી ટોપ ગીયરમાં પડી છે. ગત સપ્ટેમ્બર માસમાં રાજકોટ જીલ્લામાં સૌથી વધુ મિલકતોનું વેચાણ રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તારમાં થવા પામેલ છે.
મોરબી રોડ વિસ્તારમાં 1816 મિલકતોનું વેચાણ થવા પામેલ છે. માત્ર મોરબી રોડ વિસ્તારની આ 1816 મિલકતોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા તેની રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટીની રૂા.8.56 કરોડની આવક સરકારને થવા પામી છે.
આવી જ રીતે મવડી રોડ વિસ્તારમાં પણ 1254 મિલકતોના સોદા પડતા તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન રાજકોટ ઝોન-6ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા તેની રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટીની સરકારને રૂા.8.02 કરોડની આવક સરકારને થવા પામી છે.
આવી જ રીતે રાજકોટ રૂરલમાં 733 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન રાજકોટ ઝોન-8ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામેલ છે જેની રજી.ફી અને સ્ટેમ્પ ડયુટીની રૂા.5.79 કરોડની આવક રાજય સરકારે હાંસલ કરી છે. જયારે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં 872, મવામાં 707, રૈયા વિસ્તારમાં 1044, અને રાજકોટ-1માં 900 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે.
જયારે રતનપરમાં 974, ઉપરાંત જીલ્લાના કોટડાસાંગાણીમાં 515, લોધીકા તાલુકામાં 826, વિંછીયામાં 59, જામકંડોરણામાં 89, પડધરીમાં 241, જેતપુરમાં 649, ઉપલેટામાં 398, ધોરાજીમાં 283, જસદણમાં 423, અને ગોંડલ તાલુકામાં 1237 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામેલ છે.
આમ કુલ ગત સપ્ટેમ્બ2-25 દરમ્યાન રાજકોટ શહેર જીલ્લામાં 13020 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થતા તેની રજી.ફીની રૂા.113331050 અને સ્ટેમ્પ ડયુટીની રૂા.677990973 મળી કુલ રૂા.791322023ની આવક રાજય સરકારને થવા પામી છે. જોકે ગત માસની સરખામણીમાં રાજકોટ શહેર જીલ્લામાં 1768 જેટલી વધુ મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે.