Rajkot,તા.29
એસ.ટી.નિગમ દ્વારા ગત તા.26 થી રાજકોટ સહિત રાજયભરમાં દિવાળીનાં તહેવારો અંતર્ગત એકસ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધર્યુ છે. અને છેલ્લાએ -ત્રણ દિવસથી રાજયભરમાં એસ.ટી.ની બસો પણ ચિક્કાર દોડવા લાગી છે.ત્યારે, છેલ્લા ત્રણ દિવસમાં જ એસ.ટી.નિગમે જુદા-જુદા રૂટો ઉપર 2560 એકસ્ટ્રા ટ્રીપો દોડાવી છે.
આ એકસ્ટ્રા સંચાલનનો 1.26 લાખ થી વધુ મુસાફરોએ લાભ લીધો છે.જયારે આ એકસ્ટ્રા સંચાલનના કારણે નિગમને રૂ.2.19 કરોડની આવક થવા પામી છે. દરમ્યાન એસ.ટી.નિગમનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ માત્ર સુરતથી સૌરાષ્ટ્ર તરફ એસ.ટી.તંત્ર અને 540 એકસ્ટ્રા ટ્રીપો દોડાવી છે. જેનો 28672 મુસાફરોએ લાભ લીધો છે. અને સુરતનાં એકસ્ટ્રા સંચાલન માં જ નિગમને રૂ.1 કરોડની વધારાની આવક થવા પામી છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સુરત ખાતેથી સૌરાષ્ટ્ર માટે આજરોજ એક જ દિવસ માટે 139 ગ્રુપ અને 40 એડવાન્સ મળી કુલ 179 બસો બુક થઈ છે. જયારે આવતીકાલ તા.30 માટે 80 ગ્રુપ અને 42 એડવાન્સ મળી કુલ 122 બસો બુક થઈ છે.
ઉપરાંત છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન જ એસ.ટી.નિગમને રિઝર્વેશન પેટે રૂ.6.45 કરોડની આવક થવા પામી છે.