Rajkummar Raoને સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તેઓ ૨૦૨૫ના અંત સુધીમાં ફિલ્મ પુરી કરવાનું વિચારે છે
Mumbai તા.૨૪
શૂજિત સરકાર અત્યાર સુધીમાં ‘વિકી ડોનર’, ‘મદ્રાસ કાફે’, ‘પિકુ’ ‘ઓક્ટોબર’ અને ‘સરદાર ઉધમ’ જેવી યાદગાર અને સંવેદનશીલ ફિલ્મો બનાવી છે. તેમનો પોતાનો એક અલગ પ્રસંશકવર્ગ છે, તેઓ સમયાંતરે અલગ અલગ વિષયની ફિલ્મ બનાવતા રહ્યા છે. છેલ્લે તેમણે અભિષેક બચ્ચન સાથે ‘આઇ વોન્ટ ટુ ટોક’ ફિલ્મ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર ચાલી નહોતી, તેથી તેઓ હવે આગળ કેવી ફિલ્મ લઇને આવશે, તે અંગે ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી ચર્ચા હતી. હવે શૂજિત સરકાર અને Rajkummar Rao મળીને એક કોમેડી ફિલ્મ લઇને આવતા હોવાના અહેવાલો છે. તેઓ ૨૦૨૫ના આગામી મહિનાઓમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શૂજિત સરકારની આગામી ફિલ્મમાં બે હિરોની સ્ટોરી હશે, સરકારે Rajkummar Raoને તો પહેલાં જ પસંદ કરી લીધો છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “Rajkummar Rao અને શૂજિત સરકાર ઘણા સમયથી આ ફિલ્મ અંગે ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે. તેમને એકબીજા સાથે કામ કરવાનું ફાવી પણ ગયું છે, તેઓ આ સટાઇરિકલ કોમેડીની તૈયારીઓ પણ કરવા લાગ્યા છે. Rajkummar Raoને સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તેઓ ૨૦૨૫ના અંત સુધીમાં ફિલ્મ પુરી કરવાનું વિચારે છે.”શૂજિત હવે Rajkummar Rao સાથે બીજા એક હિરોની શોધમાં છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “સારા કોમિક ટાઇમિંગ વાળો એક ભરોસાપત્ર કલાકાર જોઈએ છે, શૂજિત સરકારે એવા કલાકાર જોઇએ છે, જેને કોઈ પ્રત્યે અસુરક્ષા ન હોય અને ફિલ્મની પ્રક્રિયામાં વધુ પડતી દખલ પણ ન કરે. કારણ કે બે હિરોની ફિલ્મ ઘણી વખત મુશ્કેલ બની જતી હોય છે તેથી બે એવા કલાકારો જે એકસાથે મળીને કામ કરી શકે તે જરુરી છે. શૂજિતને Rajkummar Rao મળી ગયો છે, હવે તેના જેટલી જ સમજવાળો અને તેના જેટલો જ સક્ષમ બીજો કલાકાર જોઈએ છે.” એક વખત બીજો કલાકાર મળે પછી શૂટની તારીખો નક્કી થશે. Rajkummar Rao હાલ તો દિનેશ વિજાનની ‘ભુલચૂક માફ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેના પછી તે પોતાના હોમ પ્રોડક્શનની બીજી બે ફિલ્મનું કામ પણ કરી રહ્યો છે. આ બંને ફિલ્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે.