એકશન હિરો બનવાના ફાંફા મારી ચૂકેલા રાજકુમાર રાવ ફરી ગંભીર ભૂમિકાઓ તરફ જોવા મળી રહ્યો છે
Mumbai, તા.૨૨
રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની આગામી ફિલ્મનું ટાઈટલ ’શિક્ષક’ નક્કી થયું છે. ટાઈટલ પરથી ખ્યાલ આવે છે તેમ આ ફિલ્મ એજ્યુુકેશન સેક્ટરને લગતી હશે. ફિલ્મમાં તાનિયા માનિકતલા પણ મહત્વની ભૂમિકામાં હશે.
આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આદિત્ય અગાઉ અનેક ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર તથા રાઈટર રહી ચૂક્યા છે. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેમની આ પહેલી ફિલ્મ હશે.
રાજકુમાર રાવ આ વર્ષે ’માલિક’ જેવી ગેંગસ્ટર ડ્રામા દ્વારા એક્શન હિરો બનવાના ફાંફા મારી ચૂક્યા બાદ હવે ફરી સિરિયસ રોલ તરફ વળ્યો છે. ’માલિક’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સદંતર ફલોપ ગઈ હતી.

