હત્યા મારામારી ,દારૂ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા
Rajkot,તા.26
કુખ્યાત શખ્સને ભક્તિનગર પોલીસે મહેસાણા જેલમાં ધકેલ્યો
શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી કુખ્યાત શખ્સને પાસા તળે જેલ હવાલે કર્યો છે. શહેરના તત્કાલીન પોલીસમેન ભરત ગઢવીનીહત્યા સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ane પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા નામના શખ્સ સામે પોલીસ કમિશનરે પાસાનુ શસ્ત્ર ઉગામી મહેસાણા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મારા મારી ગુનાઓ અટકાવવા સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે શહેરના કોઠારીયા મેન રોડ આશાપુરા નગર શેરી નંબર 9 માં રહેતો રાજપાલસિંહ ઉર્ફે રાજો નામના સામે ભક્તિનગર, એ ડિવિઝન, તાલુકા પોલીસ મથક, માલવીયા નગર, મહેસાણા અને જામનગર પોલીસ મથકના ચોપડે પોલીસમેન ભરત ગઢવીની હત્યા, જીવલેણ હુમલો, દારૂ સહિત 15 ગુનામાં ગુનામાં ચડી ચુક્યો હોવાથી તેની સામે પીસીબી શાખા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજૂરીની મહોર મારતા ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા વોરંટ ની બજવણી કરી રાજપાલ સિંહ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજાne મહેસાણાની જેલમાં ધકેલવામાં આવ્યો છે.આ કામગીરી પો.ઇન્સ. મયુરધ્વજસિંહ એમ.સરવૈયા , પી.સી.બી. I/C પો.ઇન્સ. એમ.આર.ગોંડલીયા , ભકિતનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જે.જે.ગોહીલ , એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા, ભરતભાઇ મારકણા , પો.હેડ.કોન્સ. પ્રભાતભાઇ મૈયડ, હરવિજયસિંહ ગોહીલ , કોન્સ.અરજણભાઇ પરમાર, દેવજીભાઇ પંકુટા, ભગીરથસિંહ ઝાલા, ક્રીપાલસિંહ ગોહીલ, મયુરધ્વજસિંહ જાડેજા તથા હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયાતથા પી.સી.બી. શાખાના પો.હે.કો. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા એ બજાવી હતી