Rajula,તા.27
રાજુલાના ડુંગર ગામ સુધીનો રોડ છેલ્લા ધણા સમયથી બિસ્માર હાલતમા જોવા મળી રહ્યો છે. આ બિસ્માર રોડ હોવાથી ડુંગર ગામ સહીત આસપાસના ૧૦ જેટલા ગામના લોકોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. રોડમાં મસમોટા ખાડાઓ પણ પડી ગયા છે જેથી રોડનુ નવીનીકરણ કરવામા આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી હતી. આ બાબતે અનેકવાર અખબારોમા પણ બિસ્માર માર્ગના અહેવાલ પ્રસિદ્ધ કરવામા આવ્યા હતાં. ત્યારે હવે રાજુલાના ડુંગર સુધીનો રોડ ૩૨.૫૦ કરોડની રકમ ફાળવવામા આવતા અને નવીનીકરણ કરવા માટે મંજૂરી મળી હતી. જેથી રસ્તો નવો બનશે તો દેવકા સહીત ૧૦ ગામના લોકોને અવરજવર દરમિયાન ફાયદો થશે. આ રોડ નવીનીકરણ માટે મંજૂર આપવામા આવતા આસપાસના લોકોમા ખુશીનો માહોલ છવાયો હતો. આ રોડના નવીનીકરણ માટે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલ, ભરતભાઇ જોષી સહિત આગેવાનો દ્વારા રોડનુ નવીનીકરણ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરવામા આવી હતી. અંતે રાજુલા- ડુંગર ગામ સુધી ૧૨ કિલોમીટરનો રોડ હાલમાં જે ૫.૫૦ મીટર પહોળો છે. જેને હવે ૧૦ મીટર પહોળો કરવામા આવશે