Rajula,તા.27
રાજુલા ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા શહેરમાં સીટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામા આવ્યું હતું. આ સીટી સિવિક સેન્ટરનું લોકાર્પણ થતાં શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા પ્રજાલક્ષી કામો ખૂબજ સરળતાથી થઈ શકશે. આ સેન્ટર ફાયર સ્ટેશન રાજુલા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુંભાઇ ખુમાણ, સંજયભાઈ ધાખડા, શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુ, જીગ્નેશભાઇ ત્રિવેદી, દોલુદાદા રાજગોર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વલકુભાઇ બોસ, મનુભાઇ ધાખડા, ચીફ ઓફિસર એચ.એલ. ઉપાધ્યાય, અક્ષયભાઇ ધાખડા, સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.