Rajula તા.૧૮
રાજ્યમાં નાની ઉમરમાં હાર્ટ એટેક આવવાનો બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજુલામાં પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયુ હતુ. રાજુલા શહેરમાં લગ્ન પ્રસંગમાં રાત્રીએ મિત્રો સાથે રાસ ગરબે રમતા-રમતા યુવકને છાતીમા દુખાવો થતા તે ઢળી પડયો હતો. યુવકને તાત્કાલિક રાજુલાની ખાનગી સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ૨૪ વર્ષીય યુવક પાવન પટેલ હાર્ટ એટેક આવતા મોત થયુ હતું. મૃતક પાવન પટેલ જે અમદાવાદ ખાતે સિવિલ એન્જિનિયર અભ્યાસ કરતો હતો. આમ અચાનક એકના એક પુત્રનુ મોત થતા પરીવારજનોમાં શોકનું મોજું ફરી વળયુ હતું..