Rajula,તા.26
રાજુલા શહેરમાં ભાજપ પરીવાર દ્વારા કારગીલ વિજય દિવસની ૨૬ મી વર્ષગાંઠ નિમિતે શહિદોની યાદમાં મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતું. રાજુલા શહેરમાં દેશ ભક્તિમય માહોલ છવાયો હતો. મશાલ રેલી માર્કેટીંગ યાર્ડથી નિકળી શહેરના હોસ્પિટલ ચોક, ટાવર રોડ સહિત મુખ્ય માર્ગો પર પસાર થઇને હવેલી ચોક ખાતે પૂર્ણ કરવામા આવી હતી. આ મશાલ રેલી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારાઓ લગાવ્યાં હતાં. મશાલ રેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ધારી ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, ચેતન શીયાળ, મનીષ સંઘાણી, જીગ્નેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ મયુરભાઇ દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ વાઘ, વિરભદ્રભાઇ ડાભીયા, વનરાજભાઇ વરૂ, મહેન્દ્રભાઇ ધાખડા, સંઘના પ્રમુખ રમેશભાઇ ડોબરીયા, રવુભાઇ ખુમાણ, સાગરભાઇ સરવૈયા, અક્ષયભાઇ ધાખડા, મનુભાઇ ધાખડા , આરીફભાઇ જોખીયા, આશીફભાઇ મુની, મનુભાઇ જે.ધાખડા, ભૌતીકભાઇ કીકાણી, વિક્રમભાઇ શીયાળ, કાનાભાઇ ગોહિલ, રાકેશભાઇ શીયાળ મુકેશભાઇ ગુજરીયા, જયેન્દ્રભાઇ ધાખડા, રાજેન્દ્રભાઇ ધાખડા, ધીરૂભાઇ નકુમ, આશિષભાઇ સોની, ધવલભાઇ દુધરેજીયા, વિજયભાઇ વાઘ, આકાશભાઇ ગોસ્વામી, પરાગભાઇ જોષી તથા ચિરાગભાઇ જોષી, કૃપાલ સી ગોહિલ, અસલમભાઇ બોળાતર, સમીરભાઇ કનોજીયા, પરેશભાઇ ગોહિલ, જયદીપભાઇ ધાખડા તેમજ આસપાસના ગામના સરપંચો, ભાજપનાં આગેવાનો- અગ્રણીઓ સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ જોડાયા હતાં.