Rajula,તા.27
રાજુલા પોલીસને મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેને લઇ રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શનથી પોલીસને મળી આવેલ મોબાઇલ ફોન જે ટેકનીકલ સોર્સના માધ્યમથી મુળ માલિક મૌલિક પોપટગીરી ગૌસ્વામી રહે.હાલ સાયણ રોડ કોસાડ સુરત વાળાને શોધી મોબાઇલ ફોન બાબતે પુંછતા તેઓનો મોબાઇલ ફોન જુનાગઢ પરિક્રમાં પડી ગયેલનું જણાવ્યુ હતુ. અને મોબાઇલ ફોનનું બિલ બતાવતા આ SUMSUNG GALAXY કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ટેકનીકલ સોર્સના માધ્યમથી મુળ માલિકને શોધી કાઢી તેમનો ખોવાયેલ ફોન પરત આપી તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત રાજુલા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ વી.એમ.કોલાદરા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, હરેશભાઇ બાંભણીયા પો.કોન્સ. રવિરાજભાઇ વરૂ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે