Mumbai, તા.૨૨
અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહની દે દે પ્યાર દે ૨બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે, અને જેમાં રકુલ પ્રીત સિંહના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં કોમેડી અને રોમાંસ બંને જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ની ફિલ્મની સિક્વલમાં ઘણી નવી એન્ટ્રીઓ થઈ અને તે સિનેમાઘરોમાં ધમાકેદાર હિટ રહી છે.
રકુલ પ્રીત સિંહે પોતાના અભિનથી લોકોના દિલ જીતી લીધા છે. તેના શાનદાર અભિનયથી દર્શકો અને ક્રિટિક્સ બંને પ્રભાવિત થયા છે. ફિલ્મમાં મીઝાન જાફરી સાથેની તેની શાનદાર કેમેસ્ટ્રી ચર્ચાનો વિષય બની છે.
એક ઇન્ટરવ્યુમાં રકુલ પ્રીત સિંહે ખુલાસો કર્યો હતો કે, દે દે પ્યાર દે ૨ના શૂટિંગ દરમિયાન તેને ગંભીર ઇજા થઈ હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે લગભગ ૪૦ દિવસ સુધી બેડ રેસ્ટ પર રહી હતી. આ દિવસોમાં ન તો બેસી શકતી હતી કે ન તો તે ચાલી શકતી હતી.
અભિનેત્રીએ કહ્યું કે, હાલત એટલી બગડી ગઈ કે ૪૦ દિવસ સુધી પથારીમાં હતી, જેના કારણે નિર્માતાઓને ત્રણ મહિના માટે શૂટિંગ બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે રકુલ પ્રીત સિંહે આખરે શૂટિંગ ફરી શરૂ કર્યું, ત્યારે તેની હાલતમાં ખાસ સુધારો થયો ન હતો. તે જમીન પર કે ખુરશી પર બેસી શકતી ન હતી. પરંતુ તેણે નિર્માતાઓના આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને શૂટિંગ ચાલુ રાખ્યું હતું.
રકુલે જણાવ્યું કે, તે ફિઝિયોથેરાપિસ્ટને સાથે રાખીને કામ કરતી હતી. ફિલ્મમાં એક હાઈવે સીન છે જ્યાં તેના ડોક્ટરે નજીકમાં એક બેડ રાખ્યો હતો. શૂટિંગ પૂરું થતાં જ તે સૂઈ જતી અને બધું સેટ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેતી હતી.
રકુલ પ્રીત સિંહની મહેનત આખરે રંગ લાવી, દે દે પ્યાર દે ૨ ૨૦૧૯માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ આશિષ અને આયેશાની કહાની આગળ વધારી છે. આ વખતે કહાની વધુ મજબૂત છે. સિક્વલમાં આશિષ આયેશાના માતાપિતા પાસે લગ્ન કરવાની પરવાનગી લેવા જાય છે. જોકે, શરૂઆતમાં તેઓ કપલની ઉંમરના તફાવતથી ચિંતિત થાય છે કે, આશિષ ખરેખર આયેશાના પિતાની ઉંમરનો છે. ફિલ્મ રમુજી ક્ષણોથી ભરેલી છે.

