Gondal,તા.02
BAPS અક્ષર મંદિર ગોંડલ ખાતે વિરાટ માતૃ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. “પરિવર્તનનું પંચામૃત” શીર્ષક હેઠળ વક્તા : કોમલબેન સાવલિયા (સુરત) દ્વારા સ્ત્રીના જીવનની વિવિધ ભૂમિકાઓ-દીકરી, પત્ની, પુત્રી, માતા, સાસુ, પુત્રવધૂ સ્વરૂપે કેવી રીતે સંસ્કાર, સ્નેહ, સંયમ, સમર્પણ અને સંવાદ (પંચામૃત) દ્વારા ઉજ્જ્વળ બની શકે તેનું પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોંડલ તાલુકાના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ સેમિનારમાં 6000 કરતા પણ વધુ માતાઓ અને દીકરીઓએ ઉત્સાહ અને ઉમંગભેર હાજરી આપી હતી.

