Mumbai,તા.23
રાની મુખર્જીએ પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘મર્દાની થ્રી’ માટે માંડ માંડ આગામી વર્ષના ફેબુ્રઆરીની સલામત તારીખ શોધી છે. રાનીની ફિલ્મના ૧૫ દિવસ પહેલાં તૃપ્તિ ડિમરી અને શાહિદ મુખર્જીની ‘ઓ રોમિયો’ રીલિઝ થવાની છે. જ્યારે આ ફિલ્મના એક સપ્તાહ પછી ‘ પતિ , પત્ની ઔર વોહ ટુ’ રીલિઝ થવાની છે. ટૂંકમાં, રાનીએ ધ્યાન રાખ્યું છે કે કોઈ બિગ બજેટ ફિલ્મ તેને નડી ન જાય.
બોલીવૂડમાં એક ફિલ્મ હિટ જાય તે પછી તેની ‘ટુ’, ‘થ્રી’ એવી ફ્રેન્ચાઈઝી ફોર્મ્યૂલાનો ટ્રેન્ડ ચાલ્યો છે. રાની મુખરજી પણ આ ટ્રેન્ડમાં જોડાઈ કપરા કેસ સોલ્વ કરતી મહિલા પોલીસ અધિકારીની એકની એક ફોર્મ્યૂલાના ફરી વટાવવાની છે.