Mumbai,તા.19
રાણી મુખરજી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે શાહરુખ ખાનની ‘કિંગ’નાં શૂટિંગ માટે પોલેન્ડ જવા રવાના થઈ હોવાનું મનાય છે. જોકે, રાણીએ પોતાની આ વિદેશ યાત્રા બાબતે કોઈ સ્પષ્ટતા આપી ન હતી. તે પાપારાઝીઓને સ્માઈલ આપી વિદાય થઈ ગઈ હતી. બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર હાલ ‘કિંગ’નું શૂટિંગ પોલેન્ડમાં ચાલી રહ્યું છે. શાહરુખ સહિતના કલાકારો પણ ત્યાં પહોંચી ગયા છે. રાણી તેમની સાથે શૂટિંગમાં જોડાય તેવી સંભાવના છે.
‘કિંગ’માં રાણી એક કેમિયો કરવાનો છે. આશરે એક દાયકા બાદ રાણી અને શાહરુખ સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે.
રાણી લાંબા સમય બાદ ‘મર્દાની થ્રી’માં મુખ્ય ભૂમિકા ભજવતી દેખાશે. આ ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની છે.