Mumbai,તા.26
રણવીરની સતત ત્રીજી ફિલ્મ ‘શક્તિમાન’ ડબ્બામાં બંધ થઈ ગઈ છે. અગાઉ તેની ફિલ્મો ‘બૈજુ બાવરા’ તથા ‘રાક્ષસ’નું પણ જાહેરાત બાદ સૂરસૂરિયું થઈ ગયું હતું. આમ રણવીરની કારકિર્દી પર ગ્રહણ લાગ્યું છે. હવે તેને આગામી ફિલ્મ ‘ધુરંધર ‘ પર જ આશા છે. તેની અન્ય એક ફિલ્મ ‘ડોન થ્રી’નું કામ પણ બેહદ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. દિગ્દર્શક બેસીલ જોસેફે સ્વીકાર કર્યો છે કે પોતે ‘શક્તિમાન’ સીરિયલ પરથી રણવીરને લઈ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ ટીવી સીરિયલમાં શક્તિમાનની ભૂમિકા ભજવનારા મુકેશ ખન્નાએ વાંધાવચકા કાઢતાં તથા અન્ય સમસ્યાઓ સર્જાતાં તેનાં બે વર્ષ બરબાદ થઈ ગયાં હતાં. દીપિકા પદુકોણે પણ તાજેતરમાં ‘કલ્કિ ૨૮૯૮ એડી ટુ’ અને ‘સ્પિરિટ’ જેવી ફિલ્મો ગુમાવી છે. આમ ફિલ્મો ગુમાવવાની રીતે દીપિકા અને રણવીર બંને માટે માઠો સમય ચાલી રહ્યો છે.

