Jodhpur , તા.3
આઈપીએલ ક્રિકેટર શિવાલિક શર્મા રેપ કેસમાં પોલીસ તપાસ હેઠળ છે. જોધપુરની એક યુવતીએ જાન્યુઆરી 2025માં કુડી ભગતસાની પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર વિરુદ્ધ બળાત્કાર અને લગ્નના બહાને શોષણનો આરોપ લગાવીને રિપોર્ટ નોંધાવી હતી.
યુવતીનો આરોપ છે કે, તે ફેબ્રુઆરી 2023માં તેના મિત્રો સાથે વડોદરા ગઈ હતી, જ્યાં તેની મુલાકાત શિવાલિક શર્મા સાથે થઈ હતી. ત્યારબાદ બંને મોબાઈલ પર વાત કરવા લાગ્યા. બંને એકબીજાની નજીક આવી ગયા હતા.
ઓગસ્ટ 2023માં શિવાલિક અને તેનો પરિવાર જોધપુર આવ્યો હતો અને પરિવાર સાથે વાત કર્યા બાદ તેની સાથે સગાઈ કરી લીધી હતી. ગયા વર્ષે 27 મેના રોજ શિવાલિક યુવતીના ઘરે આવ્યો હતો, જ્યાં કોઈ નહોતું. તેણીના ઇનકાર છતાં શિવાલિકે લગ્નના બહાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.3 જૂન સુધી તે યુવતીના ઘરે રહીને ખોટું કામ કરતો હતો. એવો આક્ષેપ કરાયો છે કે શિવાલિક યુવતીને મહેંદીપુર બાલાજી, જયપુર અને ઉજ્જૈન પણ લઈ ગયો હતો.
યુવતીને વાત કરવા વડોદરા બોલાવી હતી
ગત વર્ષે જૂન મહિનામાં શિવાલિકે યુવતીને લગ્નની વાત કરવા વડોદરા બોલાવી હતી. યુવતી વડોદરા ગઈ ત્યારે શિવાલિકના માતા-પિતાએ તેને ઘણી વખત ઠપકો આપ્યો હતો. સગાઈ તોડવા અંગે પણ જાણ કરી હતી. આ અંગે યુવતીના પરિવારને પણ ફોન પર જાણ કરવામાં આવી હતી.આટલું જ નહીં, યુવતીને ધક્કો મારીને ઘરની બહાર પણ ફેંકી દીધી હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બોરાનાડા આનંદસિંહ રાજપુરોહિતે કહ્યું કે એક છોકરીએ ક્રિકેટર વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મેડિકલ બાદ કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યા છે. હાલમાં આરોપોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે.