New Delhi,તા.29
રાષ્ટ્રીય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષે આયોજીત કાર્યક્રમમાં યુટર્ન લેતા જણાવ્યુ હતું કે 75 વર્ષની વયે ના તો હું નિવૃત થવાનો છું કે ના તો કોઈએ થવુ જોઈએ. મેં કયારેય એવુ નહોતું કહ્યું કે હું આ પદ છોડી દઈશ કે બીજાએ સન્યાસ લઈ લેવો જોઈએ. વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં ભાગવતે ઉપરોકત વાત કહી હતી. આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખે વિવિધ મુદ્દે પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
દરેક જગ્યાએ મંદિર ન શોધો
એક સવાલના જવાબમાં ભાગવતે જણાવ્યું હતું કે સંઘ કાશી અને મથુરાના આંદોલનનું સમર્થન નથી કરતો. સ્વયંસેવક તેમાં ભાગ લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે દરેક જગ્યાએ મંદિર ન શોધો.રામમંદિર એક એવુ આંદોલન હતું જેને આરએસએસએ સમર્થન કર્યુ છે.
આક્રાંતાઓના નામ હટાવવા જોઈએ
માર્ગો અને શહેરોના નામ બદલવાના સવાલ પર મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશભકિતનાં આધારે નામ હોવા જોઈએ.આકાંતાઓના નામ ન હોવા જોઈએ મે મુસ્લિમનું નામ ન હોવુ જોઈએ એમ નથી કહ્યું એપીજે, અબ્દુલ હમીદના નામ હોવા જોઈએ આક્રમણકારીઓના નામે શહેર-રસ્તાનાં નામ ન હોવા જોઈએ.
જે પ્રેરણા આપણને રામપ્રસાદ બિસ્મીલથી મળે છે તે અશફાકઉલ્લાખાંથી મળે છે.
વર્ણ વ્યવસ્થાની હવે જરૂર નથી
ભાગવતે જણાવ્યું હતુંકે વર્ણ વ્યવસ્થા કયારેય હતી પણ હવે તેની જરૂર નથી જો આ પ્રકારની કોઈ વાત કયાંય લખવામાં આવી હોય તો તેને મારવાની જરૂર નથી. ભારતીય સંતોએ આ બારામાં પોતાના વિચારો આપ્યા છે. ભાગવતે જણાવ્યું હવે મનુસ્મૃતિને પણ નવી રીતે લખવાની જરૂર છે. જાતિ હવે કોઈ વ્યવસ્થા નથી રહી અને તેને સ્વયંસેવક આ દિશામાં કામ કરી રહ્યા છે.
અમે સલાહ આપીએ છીએ નિર્ણય સરકાર લે છે
સરકાર અને સંઘના સંબંધો મામલે પૂછાયેલા સવાલના જવાબમાં ભાગવતે જણાવ્યુ હતું કે સરકારનો એજન્ડા સંઘ નકકી છે એ સંપૂર્ણપણે ખોટુ છે. ભાગવતે જણાવ્યું હતું કે સંઘનો દરેક સરકાર સાથે સારો તાલમેલ છે. રાજય સરકારો સાથે પણ છે.
કેટલીક સરકારોમાં ઈન્ટરનલ મતભેદ છે. પણ મનભેદ નથી.આ સિસ્ટમ અંગ્રેજોએ બનાવી છે. એટલે અમારા કેટલાંક મતભેદ છે પણ મનભેદ નથી. પણ અમે ઈચ્છીએ છીએ કે અમારે શું જોઈએ એ સરકારના મુખિયાએ સમજવાનું છે. કેવી રીતે કરવાનુ છે.
આ એમને સમજવાનું છે. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે અમે કોઈ પક્ષથી અલગાવ નથી રાખતા, કોઈને પરાયા નથી માનતા, જો બીજી બાજુથી રૂકાવટ છે. તો અમે તેમની ઈચ્છાનું સન્માન કરીને રોકાઈ જઈએ છીએ.
ટેકનિક-આધુનિકતા શિક્ષણના વિરોધી નથી
► ભાગવતે જણાવ્યું હતું કે આપણા ઘરમાં આપણી વેશભુષા, પરંપરા ભાષા, સંસ્કૃતિ જાળવી રાખવી જરૂરી છે.
► ટેકનોલોજી અને આધુનિકતા શિક્ષણના વિરોધી નથી. શિક્ષણ માત્ર માહિતી નથી તે વ્યકિતને સુસંસ્કૃત બનાવવાનાં બારામા છે.
► નવી શિક્ષણ નીતિમાં પંચકોશીય શિક્ષણની જોગવાઈ સામેલ છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) સાચી દિશામાં એક પગલુ છે.
એક બીજાના પર્વો-તહેવારોમાં સૌએ સામેલ થવુ જોઈએ
સંઘ પ્રમૂખે પોતાના સંબોધનમાં સામાજીક સૌહાદેનાં સંદર્ભમાં જણાવ્યું હતું કે એકબીજાના પર્વ-તહેવારોમાં સામેલ થવાથી સામાજીક એકતા મજબુત થાય છે સાથે પ્રેમ-કરૂણા વધે છે. આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિમાં વિભિન્ન જાતિ, પંથ અને સમુદાયના લોકો રહે છે. આ બધાની વચ્ચે સૌહાર્દ જાળવી રાખવાથી સંબંધ મજબુત કરવા માટે એકબીજાનાં પર્વો તહેવારોમાં સંમિલીત થવુ જરૂરી છે. આથી પરસ્પર ભેદભાવ ઘટે છે. સમાજમાં સમરસતા આવે છે.