Mumbai,તા.11
રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. જેના બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશે તેને લઈને આશંકાઓ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર નોએલ ટાટા નવા ચેરમેન બનશે.
ટાટા ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય
ઉલ્લેખનીય છે કે રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્ટના ઉત્તરાધિકારી તરીકે કોની નિમણૂક કરવી તે અંગે આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જ સર્વાનુમતે નોએલ ટાટાની નિમણૂકનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબર, 2024ના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરાયા હતા.