ગ્રામ્ય પંથકની સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી: ભોગબનનારને વિક્ટિમ વળતર યોજના હેઠળ ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ
Rajkot,તા.01
રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરા પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા સ્પેશિયલ પોકસો અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદ અને 30000 નો દંડ ભોગબનનાર ને વિક્ટિમ વળતર યોજના માંથી ચાર લાખ નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ ની ભાગોળે આવેલા ગામડામાં રહેતી 16 વર્ષ અને ચાર માસની સગીરાને રવિ જયેશ અબોટી નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નનું વચન આપી અવારનવાર દુષ્કર્મ ગુજારીયા અંગેની કુવાડવા રોડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ જયેશ અબોટી નામના શખ્સની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ સદરહુ કેસ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે 17 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ અને ભોગબનનાર ફરિયાદી ડોક્ટર અને પંચ તેમજ તપાસનીશ અધિકારી 9 જેટલા સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલી તમામ સાહેદો અને દસ્તાવેજી પુરાવા તેમજ ભોગબનનાર ના શરીર ના ભાગ ઉપરથી આરોપી ના વીર્ય ની હાજરી મળી આવેલી અને fsl રિપોર્ટ થી આરોપી સામે પુરાવો વધુ મજબૂત થયેલો આ તમામ બાબતો ને ધ્યાન માં લેતા આરોપી સામે ના કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ થયેલ હોય અને મદદનીશ સરકારી વકીલ આબિદ સોસનની દલીલને ધ્યાને લઈ સ્પેશિયલ પોકસો જજ ટી એસ બ્રહ્મભટ્ટએ આરોપી રવિ જયેશ અબોટી ને 10 વર્ષ સજા અને 30 હજાર નો દંડ તેમજ ભોગબનનાર ને વિક્ટિમ વળતર યોજના માંથી ચાર લાખ નું વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે.સદરહુ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન અને અતુલ જોશી રોકાયેલ હતા