Mumbai,તા.26
Bigg Bossની જેમ રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ પણ ચર્ચામાં છે. સ્પર્ધકો અહીં આવીને પોતાની ખાનગી વાતોનો ખુલાસો કરતાં હોય છે. હાલમાં આ શોમાં છોકરામાંથી છોકરી બનેલી ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે પણ એક એવી વાતનો ખુલાસો કર્યો છે, જે સાંભળી દર્શકો પણ હેરાન થઈ જશે.
રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’નો હાલમાં જ એક પ્રોમો રિલીઝ થયો છે. જેમા અનાયાએ કહ્યું કે તેને ઇન્સ્ટાગ્રામ પર લગ્ન માટે ઘણા પ્રપોઝલ આવી રહ્યા છે. અમુક યુવકોએ તે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. આ પ્રોમોમાં અનાયા અને આકૃતિ વાતો કરતા દેખાઈ રહ્યા છે. તે દરમિયાન આકૃતિએ અનાયાને પૂછયું કે, ‘ શું તમે કન્ટેન્ટ બનાવો છો?’ તેની પર અનાયાએ કહ્યું, ‘હા હું બિલકુલ સાચુ બોલું છું’ આકૃતિએ અનાયાને પૂછયું હતું કે સોશિયલ મીડિયા પર તેમને કેવી પ્રતિક્રિયા મળે છે? જેનો જવાબ આપતા અનાયાએ કહ્યું કે જેટલા લોકો તેને પસંદ નથી કરી રહ્યા તેનાથી પણ વધારે લોકો તેને DM કરે છે. અનાયાએ કહ્યું કે, ‘મને અત્યાર સુધી 30-40 હજારથી પણ વધારે પ્રપોઝલ મળ્યા છે. કંઈપણ જાણ્યા વગર, છોકરાઓ કહે છે, “હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું.” એકે તો કહ્યું હતુ કે “મારી સાથે લગ્ન કર નહીંતર હું આત્મહત્યા કરીશ.” અનાયાની વાતો સાંભળી આકૃતિ નેગી પણ હેરાન થઈ જાય છે. સોશિયલ મીડિયા પર અનાયાનું સ્ટેટમેન્ટ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.