કારચાલકને હૃદયરોગનો હુમલો આવતાં તેણે કાર પરનું સંતુલન ગુમાવ્યું, જેના પરિણામે આ અકસ્માત સર્જાયો
Mumbai, તા.૨૨
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં અંબરનાથના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા પુલ પર શુક્રવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક સ્પીડમાં આવેલી ફોર વ્હીલર સામેથી આવતા અનેક ટુ વ્હીલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૪ ટુ વ્હીલર સવારોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
પ્રારંભિક માહિતી મુજબ, પુલ પર એક કાર ખૂબ જ ઝડપથી દોડી રહી હતી. ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાબુ બહાર ગયેલી કારે પુલ પરથી સામે આવી રહેલા ટુ વ્હીલરને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટુ વ્હીલર સવારો પુલની નીચે ઘા થઈ ગયા હતા. આ ઉપરાંત, અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ ભયાનક અકસ્માતમાં ચાર ટુ-વ્હીલર સવારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોના નામ અને ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ તેમની ઓળખ માટે કામ કરી રહી છે. અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
પુલ પર લગાવેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં સમગ્ર અકસ્માત કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે ઝડપી ગતિએ જતી કારે કાબુ ગુમાવ્યો અને ટુ-વ્હીલર્સને ટક્કર મારી હતી. પોલીસે ફૂટેજ કબજે કર્યા છે અને ફૂટેજના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ અને કારના ડ્રાઇવરની તપાસ કરી રહી છે.
આ અકસ્માતને કારણે પુલ પર હાહાકાર મચી ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં, સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. અંબરનાથ પોલીસે કેસ નોંધ્યો છે અને હાલમાં કારના ડ્રાઇવરની શોધ કરી રહી છે. પોલીસના પ્રાથમિક અહેવાલો અને ઘટનાના સંજોગો અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો છે. કારચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેણે કાર પરનું સંતુલન ગુમાવ્યું હતું, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ફ્લાયઓવર અને રસ્તા બંને પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.

