Pakistan તા.29
અત્રે ભારતીય અભિનેતા દિલીપકુમાર અને રાજકપુરના પૈતૃક ઘરોનું પુન:નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. પુરાતત્વ ડિરેકટર ડો. અબ્દુલ સમદના અનુસાર આ પ્રોજેકટ બે વર્ષમાં પુરો થશે અને તેનો અનુમાનીત ખર્ચ લગભગ 7 કરોડ રૂપિયા થશે.
ખૈબર પખ્તુનવા સરકારે આ પ્રોજેકટ માટે રકમ જાહેર કરી છે. જેમાં ઐતિહાસિક આવાસોની સંરચનાત્મક અને બ્યુટિફીકેશન સામેલ છે. આ બન્ને ઘર મહાન અભિનેતાઓના જીવન અને કેરિયરને સમર્પિત સંગ્રહાલયોના રૂપમાં બદલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ 13 જુલાઈ 2014માં આ ઘરોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યા હતા. તેનો ઉદેશ રાજયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની રક્ષા કરી પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. પ્રાંતીય સરકારના પર્યટન સલાહકાર જાહીદ શિનવારીએ જણાવ્યું હતું કે વિશ્વ બેન્કના સહયોગથી આ પ્રોજેકટ રાજયના પર્યટન ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.