જામનગર માવતરના ઘરે રિસામણે રહેલી પરણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા રાજકોટ સ્થિત પતિ સામે કરેલી વચગાળાની ભરણપોષણની અરજી અદાલતે નામંજૂર કરી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના એસ કે ચોક માં રહેતા કાર્તિકભાઈ જી મહેતા નામના યુવાન સાથે વર્ષ 2020 માં જામનગર સ્થિત પંક્તિબેન સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પરણીતા પોતાના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી બાદ દંપતિ વચ્ચે અણબનાવ થતા પરણીતા પોતાના જામનગર સ્થિત માવતર ઘરે પરત ફરી હતી બાદ પરણીતાએ રાજકોટની અદાલતમાં પતિ કાર્તિકભાઈ અને સાસુ ગીતાબેન સામે ડોમેસ્ટિક વાયોલન્સ એકટ તળે ફરિયાદ દાખલ કરી કેસ ચાલે તે સમય દરમિયાન પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે પતિ કાર્તિકભાઈ સામે વચગાળાના ભરણપોષણ ની માંગ કરતી અરજી કરી હતી. જે અરજીમાં સાસરિયાને અદાલતની નોટીસ બજતા હાજર થયેલા અને અરજીનો જવાબ રજૂ કર્યો હતો આ પછી વચગાળાની અરજી દલીલ પર આવતા સાસરિયાના વકીલ અદાલતમાં લેખિત મૌખિક દલીલ રજૂ કરી વચગાળાના ભરણપોષણની રકમ મંજૂર કરતી વખતે અદાલતે ક્યા પાસા ધ્યાને લેવા રહે છે તેની વિગતવાર રજૂઆત કરી હતી. પરણીતા ના વકીલની વચગાળાની ભરણપોષણની માંગ રદ કરવા કરેલી દલીલ અદાલતે ધ્યાને લઈ પત્ની પંક્તિબેન ની વચગાળાની ભરણપોષણની અરજી રદ કરતો હુકમ કર્યો છે આ કેસમાં સાસરીયા વતી રાજકોટના એડવોકેટ સંદીપ અંતાણી અને સમીમબેન કુરેશી રોકાયા હતા
Trending
- સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
- 01જુલાઈનું રાશિફળ
- 01જુલાઈનું પંચાંગ
- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
- રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
- ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
- સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ