Mumbai,તા.16
ફિલ્મનાં કન્ટેન્ટ અને ક્વોલિટી કરતાં માર્કેટિગ પર જ વધારે ફોક્સ કરતા પ્રોડયૂસર કરણ જોહરનાં બેનરની ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ની રીલિઝ ડેટ અંગે અનિશ્ચિતતા સેવાઈ રહી છે.
આ ફિલ્મ વિશે હાલ ઉત્સુકતા જાગવાનું કારણ એ છે કે ફિલ્મનો હિરો લક્ષ્ય લાલવાણી આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધી બેડ્સ ઓફ બોલીવૂડ’થી ફરી ચર્ચામાં આવ્યો છે. તેની પાસે જાહ્નવી અને ટાઈગરની ‘લગ જા ગલે’ ઉપરાંત વિક્રાંત મૈસી સાથેની ‘દોસ્તાના ટુ’ જેવી ફિલ્મો છે.
‘ચાંદ મેરા દિલ’ની જાહેરાત ગત વર્ષે કરાઈ હતી. તે વખતે એમ ઉચ્ચારાયું હતું કે ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ કરી દેવાશે. પરંતુ, હવે ૨૦૨૫ના સમાપનને અઢી મહિના જ બાકી છે તો પણ આ ફિલ્મની રીલિઝ ડેટ વિશે કોઈ જાહેરાત થઈ નથી. થોડા સમય પહેલાં જ લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડે આ ફિલ્મ માટે હૈદરાબાદ ચાર મિનાર પાસે શૂટિંગ કરી રહ્યાં હોવાના વિડીયો વાયરલ થયા હતા. જોકે, તે સિવાય આ ફિલ્મ વિશે કોઈ અપડેટ આવ્યું નથી.