New Delhi,તા.8
આવકવેરા વિભાગે કરદાતાઓને રાહત આપવા માટે ‘ટેકસ અસીસ્ટ’ નામથી નવી સુવિધા ટુલ શરૂ કરવામાં આવ્યું છે. તેની મદદથી કરદાતા પોતાના કોઈપણ સવાલનો સરળતાથી સમાધાન મેળવી રિટર્ન દાખલ કરી શકે છે.
આ નવા ટુલનાં બારામાં આવકવેરા વિભાગે કહ્યું છે કે, ‘ટેકસ આસીસ્ટંટ’ની શરૂઆત બધા પ્રકારની કર સંબંધી ચિંતાઓને દુર કરવા માટે કરવામાં આવી છે. વિભાગ એક ઉદાહરણના માધ્યમથી જણાવ્યું છે કે, ધારા-80 જીજીસી અંતર્ગત કર છુટની દાવો કરનારા કરદાતાઓને કઈ કઈ પરિસ્થિતિઓમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ ધારા એ દાતાઓને કરમાં છૂટ દે છે જે કોઈ રાજનીતિક દળ કે ચૂંટણી ન્યાસ એટલે કે ટ્રસ્ટને રકમ દાન કરે છે વિભાગે ત્રણ અલગ અલગ દ્રશ્યોને શેર કરીને એ સમજાવવામાં આવ્યું છે કે નવુ ટુલ કેવી રીતે કરદાતાઓને આ દાવાના દસ્તાવેજી કરણ સ્પષ્ટીકરણ અને નોટીસનો ઉતર દેવામાં મદદ કરે છે. આ પહેલ પારદર્શિતા અને કર દાવાની પ્રક્રિયાને સરળ બનાવવાનાં ઉદેશથી શરૂ કરવામાં આવી છે.
નવુ ટુલ કેવી રીતે ઉપયોગી બનશે
ભૂલથી છુટનો દાવો: જો કરદાતાઓ ભુલથી 80 જીજીજી અંતર્ગત છૂટનો દાવો કર્યો છે તો ટેકસ અસિસ્ટ તેને સલાહ આપશે કે તે પોતાનું રિટર્ન સંશોધીત કરે કે આઈટીઆર-યુ ફાઈલ કરીને કર અને વ્યાજ જમા કરે અને વધારાનું રિફંડ પાછુ આપે આમ ન કરવા પર તપાસ કે પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે.
બોગસ દાનનો દાવો
જો કોઈએ બોગસ કે ગેરકાયદે રાજનીતિક દાન દેખાડી છૂટનો દાવો કર્યો છે તો તેને ટેકસ ચોરી માનવામાં આવશે.આવા કેસમાં ટેકસ અસિસ્ટ કરનાતાને આઈટીઆર યુ દાખલ કરી ચુકવવાપાત્ર કર અને વ્યાજ જમા કરવાની સલાહ આપશે જેથી કાનુની કાર્યવાહીથી બચી શકાય.
દાનનો દાવો
જો દાન કોઈ માન્ય રાજનીતિક દળને કરવામાં આવ્યુ તો ટેકસ અસિસ્ટ સલાહ આપે છે કે દાનની રસીદો અને બેન્ક લેવડ દેવડનો પુરાવો સંભાળીને રાખો કારણ કે તપાસ દરમ્યાન તેની જરૂરત પડી શકે છે. આ પહેલ આવકવેરા વિભાગની એ કોશિકાનો ભાગ છે કે જે અંતર્ગત કર જમા કરાવવાની પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવી શકાય.