Morbi,તા.29
જલારામ જયંતી શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા-મહાઆરતી
સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની આજે ૨૨૬ મી જન્મજયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મોરબીના જલારામ ધામ ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે કેક કટિંગ કરી મહોત્સવ ઉજવાયો હતો શ્રી જલારામ ધામ ખાતે દર વર્ષે સમાજના વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજે નર્સિંગ સ્ટાફ બહેનોના હસ્તે કેક કાપી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જલારામ ધામ ખાતે વહેલી સવારે ભજન, આરતી, બપોરે કેક કટિંગ, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ હોય, શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા બપોરે શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી શોભાયાત્રા નહેરુ ગેઈટ ચોક – શાક માર્કેટ – ગાંધીચોક – વસંત પ્લોટ – રવાપર રોડ – બાપા સીતારામ ચોક – નવા બસસ્ટેન્ડ – સરદાર બાગ – અયોધ્યા પુરી રોડ સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેરના રાજમાર્ગો પર ફરી હતીવિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂ.બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું સાંજે બાપા સિતારામ ચોક ખાતે ગંગા ઘાટ જેવી મહાઆરતી અને સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવી હતી
શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરી ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરે થી એકત્ર થયેલ રોટલાનું દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁ ના રથ માં રોટલા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું

