Junagadh તા.15
ગિરનારની ટોચ પર બિરાજતા ગુરૂ ગોરખનાથ મંદિરે મૂર્તિને ખંડીત કરી ખીણમાં ફેંકી દેવાના બનાવમાં પકડાયેલો પૂજારી અને તેનો સાગ્રીત ફોટોગ્રાફર બન્નેને પોલીસે પકડી લીધા બાદ ગઈકાલે કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ સાથે રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
આજે આરોપી મંદિરનો પૂજારી પગારદાર કિશોર શિવનદાસ કુકરેજા અને તેના સાગ્રીત ફોટોગ્રાફાર રમેશ હરગોવિંદ ભટ્ટ બન્નેએ 6000 પગથીયે આવેલા ગોરખનાથ મંદિરે ગત તા.5/10/25ના મૂર્તિનું શીર છેદ કરી મૂર્તિને ખીણમાં ફેંકી દીધી હતી.
રૂા.50,000ની મૂર્તિ અને મૂર્તિના બાજુનો કાચ તોડી રૂા.20,000નું નુકશાન કરી પોલીસને આરોપીઓ ગોતવામાં ધંધે લગાડી હતી. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ પી.એમ. પટેલએ બન્નેની ધરપકડ કરી પાઠ ભણાવ્યા બાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રીમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે આજે પોલીસ બનાવ સ્થળે રિક્ધટ્રકશન કરવા લઈ જવા તૈયારી કરી વધુ તપાસ હાથ ધરશે. આજે સાંજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી કોર્ટમાં રજુ કરાશે તેમ જણાવાયું છે.