Morbi,તા.17
મોરબીના જોધપર ગામ નજીક આવેલ મચ્છુ ૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવલ ચાલુ છે અને મચ્છુ ૨ ડેમ રીપેરીંગ કામગીરી ચાલુ હોવાથી ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે 3 ઇંચ ઓવરફલો થઇ રહ્યો છે
જેથી મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગ્દાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) એમ કુલ ૨૯ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે