Junagadh,તા.11
ખોડાદા ગામે ખુલ્લા કુવામાં પડી ગયેલી સિંહણને વનવિભાગે રેસ્કયુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપી હતી.ખોડાદા ગામે હરદાસભાઈ ગરચરની વાડીમાં આવેલા 15 થી 20 ફુટ ઉંડા અને ખુલ્લા કુવામાં સિંહણ પડી ગઈ હોવાની માંગરોળ વનવિભાગને જાણ કરાતા આરએફઓ ગુલાબબેન સુહાગીયા, ફોરેસ્ટર તથા અમરાપુર કેર સેન્ટરના ડોકટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
સિંહણ કુવામાં ખાબકી હોવાની જાણ થતાં આજુબાજુના વાડી વિસ્તારમાંથી લોકો સિંહણ ને જોવા માટે એકત્ર થયા હતા. દરમ્યાન વન વિભાગની એકાદ કલાકની જહેમત બાદ કુવામાં પડી ગયેલી સિંહણ ને દોરડાં બાંધી સલામત રીતે કુવા માથી બહાર કાઢવામાં સફળતા મળતા તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

