Morbi,તા.31
ભૂકંપ સમયથી જર્જરિત હાલતમાં પડ્યું છે મકાન
મકાન માલિક નથી મકાન પાડી નાખતા કે નથી વેચતા
મોરબી શહેરમાં અનેક જર્જરિત ભયજનક ઈમારતો આવેલ છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં આવા મકાનો તૂટી પડી કોઈ અકસ્માત સર્જે તે પૂર્વે મકાનો તોડવાની કામગીરી કરી રહ્યું છે પરંતુ શહેરમાં અનેક મકાનો એવા છે જેના હજુ સુધી તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યા નથી મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવું જ એક મકાન ભૂકંપ સમયથી જર્જરિત હાલતમાં પડ્યું છે જેના માલિક નથી મકાન પાડી નાખતા કે નથી વેચતા જેથી લત્તાવાસીઓને મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે
મોરબીના નાની બજાર મેઈન રોડ પર આવેલ વિશ્વકર્મા મંદિર વાળી શેરીના રહીશો દ્વારા આજે મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડ નં 5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના રહીશો છીએ. શેરીમાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જેમનું તેમ છે ભૂકંપમાં મકાન અતિ ક્ષતિગ્રસ્ત થયું હતું અને હજુ જેમની તેમ સ્થિતિમાં છે જેના માલિક અમારી જાણ મુજબ આફ્રિકા નિવાસ કરે છે અને મોરબીમાં તેમના સગા રહે છે જેનું નામ ભાવિન રમેશભાઈ શુક્લ મોબાઈલ નંબર 98251 26703 તેમણે સમસ્યા અંગે અગાઉ જાણ કરી છે પરંતુ મકાન તોડી પાડવાની કોઈ કામગીરી કરી નથી અને થોડા દિવસો અગાઉ મોરબી મહાનગરપાલિકાએ આ મકાનને બાકી વેરા અંગે નોટિસ પણ પાઠવી હતી
આપ સાહેબને જણાવવાનું કે મકાન ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત છે અને તેની અટકી પડેલી છત પણ થોડા સમય પહેલા તેની જાતે તૂટી પડી હતી સદનસીબે છત મકાનના અંદરના ભાગે તૂટતાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી પરંતુ શેરી ખૂબ સાંકડી છે અને આ મકાન ચોમાસામાં વરસાદ કે ભારે પવનમાં તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઇ સકે છે શેરીમાં 15 જેટલા નાના બાળકો આ જર્જરિત મકાન આસપાસ રમતા હોય છે જેથી રહીશોની પીડા સમજી સતત માથે ટોળાતું જોખમ હટાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અમારી અરજ છે જેથી આપ સાહેબશ્રી શહેરના અન્ય જર્જરિત મકાન સમાન આ જોખમી મકાન તોડી પાડવાની કામગીરી કરાય તેવી માંગ છે જાનહાનિ કે અન્ય કાઇ નુકશાન થસે તો જવાબદારી કોણ લેશે ?
ઉલ્લેખનીય છે કે આજે નવાડેલા રોડ પર એક દુકાનનો છજાનો ભાગ તૂટી પડ્યો હતો સદનસીબે ત્યારે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની ટળી હતી પરંતુ ત્યાં પડેલા બે વાહનોમાં નુકશાન થયું છે ત્યારે સાંકડી શેરીમાં આવેલ ભૂકંપ સમયથી ૨૫ વર્ષથી જર્જરિત રહેલ મકાન તોડી પાડવા તાત્કાલિક કામગીરી કરાય તેવી માંગ લત્તાવાસીઓ કરી રહ્યા છે