Morbi,તા.19
વાવડી ગામના રહીશોએ આજે ગાર્બેજ કલેક્શન કરવામાં ના આવતું હોવાથી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો ભક્તિનગર સોસાયટીના રહીશોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો મહાનગરપાલિકા તંત્રની કામગીરી ઓછી અધુરી જણાઈ રહી છે નાગરિકો ચક્કાજામનો સહારો લઈને પોતાની માંગ રજુ કરી રહ્યા છે
દિવાળીના સપરમાં દિવસો ચાલી રહ્યા છે સૌ કોઈ તહેવારોની તૈયારીઓમાં વ્યસ્ત છે અને ભવ્ય ઉજવણી કરવા આતુર જોવા મળે છે ત્યારે વાવડી ગામના રહીશો આજે તંત્ર સામે મોરચો માંડ્યો હતો વાવડી ગામની ભક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા કચરા કલેક્શન કરવામાં આવતું ના હોવાથી મહિલાઓએ વિરોધ કર્યો હતો છેલ્લા 3-૪ દિવસથી કચરા કલેક્શન કરવામાં ના આવ્યું હોવાથી ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો મહાનગરપાલિકાના અધિકારીઓએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો