સાયબર ક્રાઈમ પોલીસે યશ બેંકના સેલ્સ ઓફીસર અને એકાઉન્ટ હોલ્ડરને દબોચ્યા બેંક કર્મીએ શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફ્રોડના ૧ કરોડ મેળવ્યાં’તાં, ધરપકડનોં આંક 16 થયો
Rajkot,તા.27
રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.૧ કરોડ પડાવનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. હરિયાણાથી યશ બેંકના સેલ્સ ઓફીસર સહિત બે શખ્સોને દબોચ્યા હતાં. બેંક કર્મીએ શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફ્રોડના ૧ કરોડ મેળવ્યાંનું ખુલ્યું છે.
બનાવ અંગે રાજકોટના નિવૃત વ્હોરા શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ રૂ.૧.૧૪ કરોડ પડાવી લેતાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. એરપોર્ટ રોડ પર એકજા નગરમાં રહેતાં ૭૬ વર્ષીય કુરબાનભાઈ બદામીને તમારો ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઇન ગેંમીંગ, સાયબર આંતકવાદમાં થયેલ છે કહીં ફસાવી લઈ રૂપીયા પડાવ્યાં હતાં.
કુલ-૧૪ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવેલ હતી. જે બાદ વધું બે આરોપી જેમાં શંકર સોહનલાલ રાજપુત (ઉં.વ.૨૭, રહે. ચારુ બજાર, રાજીવ હોસ્પીટલ પાસે, સાની મહોલ્લા, કર્નાલ હરીયાણા) અને શુભમ રઘુવીરસિંધ (ઉં.વ.૩૦, ધંધો યશ બેંક સેલ્સ ઓફીસર કર્નાલ સેક્ટર ૧૨, રહે. ગામ-સીરસી, મધુબન કોમ્પ્લેક્ષ, કર્નાલ, હરીયાણા) ને હરીયાણા ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે.આરોપી શુભમ યસ બેંકમા સેલ્સ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોય જેણે સહ આરોપી શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવેલ, જે બેંક એકાઉન્ટમા ફરીયાદી સાથે થયેલ સાયબર ફ્રોડના કૂલ રૂ.૧ કરોડ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચરેલ હતું.ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં અગાઉ ફ્રોડના રૂ.૪.૫૦ લાખ જે એકાઉન્ટમાં જમાં થયાં તે એકાઉન્ટ ધારક સુજલ વિઠ્ઠલ લાખાણી (રહે. ડોબરિયા વાડી, જેતપુર) ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપીએ પોતાના એકાઉન્ટમાંથી રકમ વિડ્રો કરી હતી. તેમજ ભાવનગરના બે અને બોટાદનો એક શખ્સ પણ આ ગેંગમાં સામેલ હોવાની શંકાએ તે ત્રણેય આરોપી પણ સાયબર ક્રાઇમની ટીમના સકંજામાં આવ્યા હોવાનો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. તેમજ સાયબર ક્રાઇમની ટીમે ગુનો દાખલ કર્યા ત્વરિત જ દસ લાખ રૂપિયા જેવી રકમ ફ્રીજ પણ કરાવી નાખી છે.

