Ribada,તા.૨૪
રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સતત વિવાદોમાં રહેતું રીબડા હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ રીબડામાં ફાયરીંગની ઘટના સામે આવી છે. રીબડા ગામ ખાતે મોડી રાત્રે બુકાનીધારીઓએ ફાયરિંગ કર્યું હતું. આ તરફ હવે એવી વિગત સામે આવી છે કે, જે વ્યક્તિ ઉપર ફાયરીંગ થયું તે અનિરુદ્ધસિંહ જાડેજાનો ભત્રીજો છે. જેના કારણે રિબડા અને ગોંડલ વચ્ચે ફરી એકવાર વાતાવરણ હહોળાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી છે.
હાર્દિકસિંહ જાડેજા હિસ્ટ્રીશિટર વ્યક્તિ છે. તેણે અગાઉ પણ એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજા કાપી રહ્યો હતો. ત્યાંથી પેરોલ જંપ કરીને હાલ ફરાર છે. હાર્દિકસિંહે જાડેજા નામના આ વ્યક્તિએ ૨૦૨૨ માં એક યુવકની હત્યા કરી હતી. હાર્દિકસિંહ ૨૦૨૪ માં હત્યામાં પેરોલજંપ કરીને હાલ ફરાર થઇ ગયા છે.
હાર્દિકસિંહે ૪૦૦૦ ની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી. હાર્દિકસિંહને રીબડા અને પિન્ટુ ખાટડી સાથે માથાકુટ ચાલે છે. ભોલા કાકડિયા નામના યુવાનની પણ હત્યા પણ કરી હતી. રીબડામાં યુવકને નગ્ન કર્યો હોવાનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં આવે તે પહેલા ફાયરિંગ અને રેકીની ઘટના સામે આવતા હાલ તો કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. રિબડા અને જયરાજસિંહના જુથ વચ્ચે લાંબા સમયથી કોલ્ડવોર ચાલી રહી છે. તેવામાં આ પહેલો ઘા થતા ફરી એકવાર ગેંગવોર ફાટી નિકળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.