New Delhi,તા.22
આગામી સમયમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ- જીએસટીમાં ચારને બદલે બે સ્લેબ આવી રહ્યા છે અને ખાસ કરીને 28%નો સ્લેબ જે અત્યાર સુધી લકઝરી- સેમી લકઝરી ઉત્પાદનોને માટે હતો તે નાબુદ થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને અત્યાર સુધી 28%ના સ્લેબમાં રહેલી નાનીકાર તથા ટુવ્હીલર વાહનો 28+ ટકાના જીએસટીમાંથી 18%માં આવી જશે પણ સરકારની એક બીજી દરખાસ્ત રસપ્રદ છે.
સરકાર ઈન્ટરનલ કોમ્બ્યુશન એન્જીન વ્હીકલ જે ઈંધણને શક્તિમાં રૂપાંતર કરે છે તે પેટ્રોલ-ડિઝલ ઉપરાંત હાઈબ્રીડ વાહનો જે તથા હાલ ઈ વ્હીકલ વચ્ચેનો વેરા તફાવત જે છે તે ઘટાડશે. ઈ વ્હીકલ- ફકત 5% જ જીએસટી હેઠળ આવે છે. આથી આ પ્રકારના વાહનો પણ સસ્તા થશે. ઉપરાંત મોટી એસયુવી સહિતના વાહનો જે હાલ સૌથી વધુ 50% સુધીના વેરા હેઠળ છે.
તે હવે સીન ટેક્ષ એટલે કે સર્વોચ્ચ 40%ના વેરામાં આવશે તો તેને સૌથી વધુ ફાયદો થશે. જો કે ગઈકાલની ગ્રુપ ઓફ મીનીસ્ટરની બેઠકમાં 40% ઉપર ટોપ ઓફ ટેક્ષની માંગણી થઈ છે જે હાલ અસરકારક ટેક્ષ માળખુ છે તે જળવાઈ રહે તેવું ઈચ્છે છે તેથી આખરી નિર્ણય મહત્વનો બની જશે. જો કે સરકાર હવે 40% જેવા ભારે કર બાદ કોઈ સેસ લગાવવાના વિરુદ્ધમાં છે. સરકાર હવે દરેક પ્રકારની સેસ હટાવવા માંગે છે.
કારણ કે સેસ મૂળભૂત રીતે જીએસટીથી રાજયોને જો કોઈ વેરા નુકશાન થાય તો તેની ભરપાઈ કરવા માટે હતો અને પાંચ વર્ષની મર્યાદા માટે હતો જે લાંબા સમયથી પુરી થઈ ગઈ છે અને કોવિડના કારણે તે ત્રણ વર્ષ લંબાવાયો છે.
નવા જીએસટી માળખામાં નાની કાર- ટુ વ્હીલર 29%માંથી 18% સ્લેબ હેઠળ આવી જશે. પણ જો પેટ્રોલ-ડિઝલથી ચાલતા કે હાઈબ્રીડ વાહનો પરનો જીએસટી અને ઈ-વ્હીકલનો જીએસટીનો ગેપ ઘટાડાશે તો તેનો ફટકો ઈ-વ્હીકલ પર પડશે.