Rajkot, તા.23
લલુડી વોંકળી પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે રીક્ષા ચાલકને દારૂની ર4 બોટલ સાથે અને પ્ર.નગર પોલીસે મોટી ટાંકી ચોકમાંથી હેમાંગ થાવરાણીને દબોચી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ ક્રાઇમ બ્રાંચ પીએસઆઇ વનરાજસિંહ ડોડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા અને દિપક ચૌહાણને મળેલ ચોકકસ બાતમીના આધારે લલુડી વોંકળી પાછળ ખુલ્લા પ્લોટમાં સીએનજી ઓટો રીક્ષામાં દારૂના જથ્થા સાથે ઉભેલા તામીલ ઇકબાલ શેખ રહે. કેવડાવાડી શેરી નં.10ને પકડી પાડી દારૂની 24 બોટલ સહિત રૂા. 2.1ર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જે.એન.ગમારા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ તોફીક મંગરાને મળેલ ચોકકસ બાતમીના આધારે મોટી ટાંકી ચોકમાં જાહેરમાં રોડ પરથી હેમાંગ રામ થાવરાણીને દબોચી લઇ તેની પાસેથી દારૂની 8 બોટલ કબ્જે કરી હતી.