Jamnagar,તા.22
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારના ગાગાવા ધાર પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમાભાઈ હીરાભાઈ સંજોટ નામના ૫૦ વર્ષના રિક્ષા ચાલકે ગત ૨-૧૧-૨૦૨૫ ના દિવસે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામાભાઈ હીરાભાઈ સંજોટે પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એચ.નોઈડા જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે લોન ઉપર સીએનજી રીક્ષા લીધી હતી, જેના હપ્તા ચડી ગયા હતા, અને ચુકવી નહીં શકતાં તેની ચિંતામાં આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

