Mumbai,તા.05
ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે ઋષભ પંતે ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિથી સર્જાયેલી ખાલી જગ્યાને તરત જ ભરી દીધી છે. જે રીતે બતક પાણીને અપનાવે છે તેમ પંતે ટેસ્ટ ક્રિકેટને અપનાવી લીધું છે.
ડિસેમ્બર 2022 માં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં બાદ પંતે શાનદાર વાપસી કરી છે. દ્રવિડે કહ્યું, ધોનીના ગયાં પછી એવું લાગ્યું હતું કે તેની જગ્યા લેવામાં સમય લાગશે.
રાહુલે કહ્યું કે, હું એમ નથી કહેતો કે પંતે ધોનીનું સ્થાન લીધું છે પરંતુ ટેસ્ટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પંતને ગાબા ટેસ્ટ મેચ જીતવા માટે 89 રન બનાવતાં જોઈ, જ્યારે બધુ દાવ પર હતું અને ટીમ ઘણી નબળી હતી. તે દબાણ હેઠળ તેનું પ્રદર્શન શાનદાર હતું.