New Delhi,તા.૨૫
લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે આઇપીએલ ૨૦૨૫ માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. બંને ટીમો ૨૪ માર્ચે એકબીજા સામે ટકરાશે.
આ મેચમાં,એલએસજી માટે નિકોલસ પૂરન અને મિશેલ માર્શે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી. પરંતુ લખનૌના કેપ્ટન ઋષભ પંત શૂન્ય રને આઉટ થયો હતો. પંત આઉટ થતાં જ તેનું નામ એક અનિચ્છનીય રેકોર્ડમાં નોંધાઈ ગયું.
આ વખતે એલએસજીને પહેલી મેચમા આઇપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંત પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ ઋષભ પંત અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો નહીં.આઇપીએલ ૨૦૨૫ ની હરાજીમાં ૨૭ કરોડમાં વેચાયેલો પંત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો.
આ રીતે તેમનું નામ રેકોર્ડમાં નોંધાયું. તે ૈંઁન્ના ઇતિહાસમાં બીજો એવો બેટ્સમેન બન્યો છે જેણે કેપ્ટન તરીકે સૌથી વધુ બોલ રમ્યા છે પણ છતાં તેણે ખાતું ખોલાવ્યું નથી.
આ મેચમાં ૬ બોલનો સામનો કર્યા પછી પણ તેણે પોતાનું ખાતું ખોલાવ્યું ન હતું. આ બાબતમાં પ્રથમ સ્થાન ગૌતમ ગંભીરના નામે છે, જેમણે ૨૦૧૪માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૮ બોલ રમ્યા પછી પણ ખાતું ખોલ્યું ન હતું.