Kolkata,તા.15
રિષભ પંતે ઈતિહાસ રચી દીધો છે. તેઓ ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર બેટ્સમેન બની ગયો છે. પંત પહેલા આ ખાસ ઉપલબ્ધિ પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના નામે હતી. જેમણે 2001થી 2013 દરમિયાન 103 ટેસ્ટ મેચ રમીને 178 ઈનિંગ્સમાં 90 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ પંતે કોલકાતામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં બે છગ્ગા ફટકારીને સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
લગભગ 4 મહિના પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહેલા રિષભ પંતનું પ્રદર્શન કોલકાતા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ખાસ ન રહ્યું. બધાની નજર તેના પર હતી. તેણે સારી શરૂઆત કરી પરંતુ તેને મોટી ઈનિંગમાં ફેરવી ન શક્યો. પાંચમા નંબર પર બેટિંગ કરતા તેણે કુલ 24 બોલનો સામનો કર્યો અને 112.50ના સ્ટ્રાઈક રેટથી 27 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોપ-5 બેટ્સમેન
92- રિષભ પંત
90- વીરેન્દ્ર સેહવાગ
88- રોહિત શર્મા
80- રવીન્દ્ર જાડેજા
78- એમએસ ધોની
રિષભ પંતનું ટેસ્ટ કરિયર
રિષભ પંતે દેશ માટે 48 મેચ રમી છે. આ દરમિયાન તેણે 83 ઈનિંગ્સમાં 44.28ની એવરેજથી 3454 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે આઠ સદી અને 18 અડધી સદી છે.

