“શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ”ના નામે પેઢી ખોલી ખોટા ભાડા કરારના નામે જી.એસ. ટી નંબર મેળવી રૂ.૭૯,૨૦,૯૩૮ક્રેડિટ મેળવી
Rajkot,તા.24
દેશભરમાં ચકચાર જગાવનર મસમોટા જીએસટી ચોરીના કૌભાંડમાં ઋષિ બગથરિયાના વધુ એક ગુન્હામાં રાજકોટની સેશન્સ અદાલત દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલ છે.વધુ વિગત મુજબ જી.એસ.ટી. વિભાગમાં ઓનલાઈન રજુ કરી “શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ”ના નામે નામની પેઢી ખોલી ખોટ ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ. ટી નંબર મેળવી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કુલ-૬ પેઢીઓના સંચાલકો સાથે મળીને ગુન્હા હિત કાવતરું રચી રૂ.૭૯,૨૦,૯૩૮/- બનાવટી બિલિંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડતા સી.જી.એસ.ટી સુપ્રિટેન્ડન્ટ જય પ્રકાશસિંઘ રામચંદ્રસિંઘએ
ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ડીસીબી પોલીસ ઇન્સ્પેકટેર આરોપી ઋષિ બગથરિયાની જી. એસ. ટી ના ત્રણ ગુન્હામાં સંડોવણી ખુલેલી જેમાં અમદાવાદ ખાતે એક તથા રાજકોટ ખાતે બે ગુન્હા માં પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો જે બાદ ઋષિ બગથરિયા એ પોતાના એડવોકેટ કુલદીપસિંહ જાડેજા મારફતે સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં હાલના આરોપીએ કોઈ બોગસ પેઢી ઊભી કરેલ નથી આરોપીને પેઢી સાથે કોઈ રીતે લેવા દેવા નથી. જી.એસ.ટી ની કે બનાવટી દસ્તાવેજોની કોઈ કલમ લાગુ કરી શકાય નહિ. હાલના કેસને સલગ્ન અન્ય હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના નોંધપાત્ર ચૂકાદાઓ રાજકોટ ડીસીબી પોલીસના સોગંદનામાઓ ધ્યાને લઈને હાલના આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં ઋષિ બગથરિયા વતી રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા પી. જાડેજા, રવિરાજસિંહ પરમાર, નિતાબેન સારીખડાં રોકાયેલ હતા.