Jamnagar તા ૨૬,
જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પીટલ કે જેનું હાલ નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે બહારગામ થી આવતા દર્દીઓને તેમના પરિવારજનોને રહેવા માટેની કોઈ સુવિધા ન હોવાથી જી. જી. હોસ્પિટલ પરિસરમાં અથવા તો આસપાસના વિસ્તારમાં માં રેન બસેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના સહકારથી જામનગર ની સરકારી જી. જી. હોસ્પીટલ ને હાલમાં નવી બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તે સંદર્ભ માં આભાર વ્યક્ત કરવાની સાથે સાથે રેન બસેરાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ આ તકે ધારાસભ્ય રિવાબા જાડેજાએ આરોગ્ય મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.
જે રજૂઆતમાં જણાવ્યું છે કે જી.જી. હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના સગાઓને રહેવા માટે જગ્યા ઉપલબ્ધ ન હોય અને દર્દીઓના સગાઓને પાર્કિંગ ની જગ્યામાં અથવા તો ઓપીડી બંધ હોય તેના બહાર નાં એરિયા માં સુવા ની ફરજ પડે છે.
તો જી.જી. હોસ્પિટલ આખા સૌરાષ્ટ્ર માં સારવારની સુવિધા પૂરી પાડતી એકમાત્ર મોટી હોસ્પિટલ હોય તો અહીં સારવાર માટે જામનગર જીલ્લાના તેમજ આજુબાજુ ના ચાર જીલ્લા ના દર્દીઓ આવતા હોય છે, ઉપરાંત નવું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું હોય, હાલ માં જી.જી.હોસ્પિટલ માં સુવિધા છે, એના કરતા પણ અનેક ગણી સુવિધા ઉપલબ્ધ થશે. તેથી સારવાર માટે અન્ય જિલ્લાઓ માંથી અનેક દર્દીઓ અહી આવશે, અને તેમની સાથે તેમના સગાવ્હાલા પણ આવશે.
તો આ બાબતે ધ્યાને લઇ જૂની પોલીસ લાઈન વાળી પડતર જગ્યામાં અથવા જી.જી. હોસ્પિટલની માલિકીની જગ્યામાં અથવા પથીકા શ્રમ વાળી જગ્યામાં દર્દીઓના સગાવ્હાલાઓને રહેવાની વ્યવસ્થા માટે રેન બસેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી કાયર્વાહી સત્વરે હાથ ધરવા પુન: રજૂઆત કરવામાં આવી છે.